શ્રી રામ જન્મભૂમિ નુ વિવરણ

Shree Ram Janma Bhumi Ayodhya

શ્રી રામ જન્મભૂમિ નુ વિવરણ

આગામી પોષ સુદ બારસ, વિક્રમ સંવત 2080 સોમવાર તા. 22-જાન્યુઆરી, 2024 ના શુભદિવસે, પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.

આપને નિવદેન કરવામાં આવે છે કે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ પછી પણ પ્રભુ શ્રીરામલલ્લા તથા નવનિર્મિત મંદિરના દર્શન માટે આપ આપના અનુકૂળ સમય પ્રમાણે અયોધ્યામાં સહપરિવાર પધારશો અને પ્રભુ શ્રીરામજીની કૃપા પ્રાપ્ત કરશો.

  • મંદિર પરંપરાગત નગર શૈલિનું છે.
  • મંદિરની લંબાઈ (પૂર્વ-પશ્ચિમ) 380 ફુટ, પહોળાઈ 250 ફુટ એન્ડ ઊંચાઈ 161 ફુટ છે.
  • ત્રણ માળ નું મંદિર છે. દરેક ની ઊંચાઈ 20 ફુટ છે. કુલ 392 થાંભલા, 44 દરવાજા છે.
  • ભૂતળના ગર્ભગૃહમાં પ્રભુ શ્રીરામ નું બાળ સ્વરૂપ (શ્રી રામલલ્લા) નો વિગ્રહ, પ્રથમ માળના ગર્ભગૃહમાં શ્રીરામ દરબાર છે.
  • કુલ પાંચ મંડપ છે – નૃત્ય મંડપ, રંગ મંડપ, ગૂઢ મંડપ (સભા મંડપ), પ્રાર્થના મંડપ, કીર્તન મંડપ.
  • થાંભલા, દીવાલમાં દેવી-દેવતા તથા દેવગંનાઓની મૂર્તિઓ છે.
  • પ્રવેશ 32 પગથિયા (ઊંચાઈ 16.5 ફુટ) ચઢી ને સિંહ દ્વારથી થશે.
  • દિવ્યાંગો તથા વૃદ્ધો માટે રેમ્પ તથા લિફ્ટ ની વ્યવસ્થા છે.
  • ચારે બાજુ આયતીકાર પરકોટ (પ્રાકાર), લંબાઈ 733 મીટર, પહોળાઈ 4.25 મીટર, પરકોટના ચારખૂણે ચાર મંદિર છે. ભગવાન સૂર્ય, ભગવાન શંકર, ભગવાન ગણપતિ તથા દેવી ભગવતી. પરકોટાની દક્ષિણ દિશામાં હનુમાનજી તથા ઉત્તર તરફ અન્નપૂર્ણા માતાજી નું મંદિર છે.
  • મંદિરની સામે પુરાણકાળની સીતાકુંપ છે.
  • શ્રીરામ જન્મભૂમિ મંદિરના પરિસરમાં પ્રસ્તાવિત થનાર અન્ય મંદિરોમાં મહર્ષિ વાલ્મિકી, મહર્ષિ વશિષ્ઠ, મહર્ષિ વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, માતા શબરી અને દેવી અહિલ્યા આવેલ છે.
  • દક્ષિણ – પશ્ચિમ ભાગમાં નવરત્ન કુબેર, ટીલા પર સ્તિથ શિવમંદિરનો જીર્ણોર્ધાર તેમજ રામભક્ત જટાયુ રાજની પ્રતિમાની સ્થાપના કરેલ છે.
Open chat
1
Hello
Can we help you?